1 Kings 11:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ મિદ્યાનમાંથી નીકળીને પારાનમાં ગયા. પારાનમાં તેઓએ થોડા માણસોને ભેગા કર્યા. ત્યાંથી તેઓ સર્વ મિસર ગયા અને ત્યાં મિસરના રાજા ફારુને તેઓના ખોરાકની અને રહેવાની જગ્યાની વ્યવસ્થા કરી અને તેમને અમુક જમીન ભેટ તરીકે આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ મિદ્યાન છોડીને પારાન ગયા, જ્યાં તેમની સાથે થોડાક માણસો જોડાયા હતા. પછી તેઓ મુસાફરી કરતાં કરતાં ઇજિપ્તમાં ફેરો પાસે ગયા. ફેરોએ તેમને થોડી જમીન રહેવાને મકાન અને ખોરાક આપ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ મિદ્યાનમાંથી નીકળીને પારાન ગયા, અને પારાનમાંથી પોતાની સાથે માણસો લઈને તેઓ મિસરના રાજા ફારુન પાસે મિસરમાં આવ્યાં. તેણે એને ઘર આપ્યું, તેને માટે ખોરાકી ઠરાવી આપી ને એને જમીન આપી
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ મિધાનમાંથી નીકળીને પારાનમાં ગયા. પારાનમાંથી તેમણે થોડા માંણસોને ભેગા કર્યા અને ત્યાંથી તેઓ સર્વ મિસર ગયા અને ત્યાં મિસરના રાજા ફારુને તેઓના ખોરાકની અને રહેવાની જગ્યાની વ્યવસ્થા કરી અને તેમને અમુક જમીન ભેટ તરીકે આપી.