1 Kings 11:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે પ્રજાઓ વિષે યહોવાહે ઇઝરાયલી લોકોને કહ્યું હતું, "તમારે તેઓની સ્ત્રીઓ સાથે લગ્ન કરવા નહિ, તેમ તેઓ તમારા પરિવારમાં આવે નહિ, કેમ કે તેઓ જરૂર તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે." પણ સુલેમાન તે વિદેશી સ્ત્રીઓને વળગી રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ પ્રજાઓ તેમના દેવો તરફ ઇઝરાયલીઓની નિષ્ઠા વાળી દે એ કારણથી પ્રભુએ ઇઝરાયલીઓને તેમની સાથે આંતરલગ્નની મના કરી હતી; તો પણ શલોમોને તેમની સાથે લગ્ન કર્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે જે પ્રજાઓ વિષે યહોવાએ ઇઝરાયલી લોકોને કહ્યું હતું, “તમારે તેઓની અંદર જવું નહિ, તેમ તેઓ તમારી અંદર આવે નહિ; કેમ કે જરુર તેઓ તમારું હ્રદય તેઓના દેવની તરફ ફેરવી નાખશે, ” તે [પ્રજાઓમાં] ની એ સ્ત્રીઓ હતી. પ્યારને લીધે સુલેમાન એ સ્ત્રીઓને વળગી રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ પ્રજાઓ માંટે યહોવાએ પોતાના લોકોને સ્પષ્ટ ફરમાંન આપેલું હતું કે, તેઓમાંની સ્રીઓ સાથે લગ્ન ન કરવાં, એ સ્રીઓ પોતાના પતિઓને બીજા દેવોને પૂજતાં કરી દેશે. આમ છતાં સુલેમાંન આ સ્ત્રીઓને ચાહતો હતો.