1 Kings 11:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યરોબામે સુલેમાન રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવ્યો તેનું કારણ એ છે કે સુલેમાન મિલ્લોનગરનું બાંધકામ કરતો હતો અને પોતાના પિતા દાઉદના નગરની દીવાલનું સમારકામ કરાવતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના બંડની વાત આવી છે: શલોમોન યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરાવતો હતો અને નગરના કોટની મરામત કરાવતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો તેનું કારણ આ હતું; એટલે સુલેમાન મિલ્લો બાંધતો હતો, ને પોતાના પિતા દાઉદના નગરની તૂટફાટ સમરાવતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યરોબઆમ બળવાનો વૃત્તાંત આ પ્રમાંણે છે: તેણે સુલેમાંન મિલ્લોનો જીણોર્દ્ધાર કરાવ્યો હતો, અને પોતાના પિતા દાઉદના નગરની દીવાલનું બાકોરું બંધ કરાવ્યું.