1 Kings 11:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ યરોબઆમ પરાક્રમી માણસ હતો. સુલેમાને જોયું કે તે યુવાન માણસ ઉદ્યોગી હતો તેથી તેણે તેને યૂસફના ઘરના મજૂરોનો મુકાદમ ઠરાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરોબામ સશક્ત જુવાન હતો અને તેને ખંતથી કામ કરતો જોઈને શલોમોને તેને યોસેફના પુત્રો મનાશ્શા અને એફાઈમનાં કુળોના પ્રદેશમાં વેઠના સર્વ કામ પર ઉપરી તરીકે નીમ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરોબામ પરાક્રમી શૂરવીર યોદ્ધો હતો.સુલેમાને તે જુવાનને જોયો કે તે ઉદ્યોગી છે, તેથી તેણે એને યૂસફના ઘરના સર્વ કામ પર મુકાદમ ઠરાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે આ યરોબઆમ ઘણો સક્ષમ માંણસ હતો. સુલેમાંને જોયું કે યુવાન માંણસ તેનું કામ કેટલી સુંદર રીતે કરતો હતો, અને તેને યૂસફના વંશના વેઠ મજૂરોનો મુકાદમ બનાવી દીધો.