1 Kings 11:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સમયે, જ્યારે યરોબામ યરુશાલેમની બહાર ગયો ત્યારે શીલોનો પ્રબોધક અહિયા એને રસ્તામાં મળ્યો. અહિયાએ નવાં વસ્ત્ર પહેર્યાં હતાં, અને તેઓ બન્ને ખેતરમાં તદ્દન એકલા જ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક દિવસે યરોબામ યરુશાલેમથી મુસાફરીએ જઈ રહ્યો હતો ત્યારે શીલોમાંથી ઈશ્વરનો સંદેશવાહક અહિયા તેને રસ્તામાં એકલો મળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરોબામ યરુશાલેમથી નીકળ્યો, તે સમયે એમ થયું કે તેને માર્ગમાં શીલોની અહિયા પ્રબોધક મળ્યો. હવે [અહિયાએ] નવું વસ્ત્ર પહેરેલું હતું, અને તેઓ બન્‍ને ખેતરમાં એકલા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક દિવસ યરોબઆમ યરૂશાલેમની બહાર ગયો હતો, ત્યારે શીલોનો પ્રબોધક અહિયા એને રસ્તામાં મળ્યો. અહિયાએ નવો ઝભ્ભો પહેર્યો હતો; એ બંને ખુલ્લા વગડામાં તદૃન એકલા જ હતા.