1 Kings 11:43 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાન પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; તેની જગ્યાએ તેનો દીકરો રહાબામ રાજા બન્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે મરણ પામ્યો અને તેને તેના પિતા દાવિદના નગરમાં દફનાવવામાં આવ્યો અને તેના પછી તેનો પુત્ર રહાબામ રાજા બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી સુલેમાન પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેના પિતા દાઉદના નગરમાં તેને દાટવામાં આવ્યો, અને તેની જગાએ તેનો પુત્ર રહાબામ રાજા થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ સુલેમાંન પોતાના પિતૃલોકને પામ્યો, તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; અને તેની જગાએ તેનો પુત્ર રહાબઆમ ગાદીએ આવ્યો.