1 Kings 12:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે જુવાન પુરુષો રહાબામ સાથે મોટા થયા હતા તેઓએ તેને કહ્યું કે, "આ જે લોકોએ તમને કહ્યું હતું કે તારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી, પણ તું તે અમારા પરની ઝૂંસરીને હલકી કર. તેઓને તારે એમ કહેવું, 'મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે જવાબ આપ્યો, “તમે તેમને આમ કહેજો: ‘મારા પિતાની કમર કરતાં મારી ટચલી આંગળી જાડી છે!’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે જુવાનિયા તેની સાથે મોટા થયા હતા તેઓએ તેને કહ્યું, “આ જે લોકે તમને એમ કહ્યું કે, તમારા પિતાએ અમારા પરની ઝુંસરી ભારે કરી હતી, પણ તમે તે અમારા પરની હલકી કરો. તેઓને તમારે એમ કહેવું, ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જુવાન મિત્રોએ તેને કહ્યું, “તમે તેઓને એવો જવાબ આપો કે, ‘માંરા પિતાની કમર કરતાં માંરી ટચલી આંગળી જાડી છે.