1 Kings 12:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી અદોરામ જે લશ્કરી મજૂરોનો ઉપરી હતો, તેને રહાબામ રાજાએ મોકલ્યો, પણ સર્વ ઇઝરાયલે તેને પથ્થરે એવો માર્યો કે તે મરણ પામ્યો. રહાબામ રાજા યરુશાલેમ નાસી જવા માટે ઉતાવળથી પોતાના રથ પર ચઢી ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી રહાબામ રાજાએ વેઠિયાઓના ઉપરી અદોનીરામને ઇઝરાયલીઓ પાસે મોકલ્યો, પણ તેમણે તેને પથ્થરો મારી મારી નાખ્યો. તેથી રહાબામ ઝટપટ રથમાં ચઢી બેસી યરુશાલેમ નાસી ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી અદોરામ જે લશ્કરી વેઠ કરનારાનો ઉપરી હતો, તેને રહાબામ રાજાએ મોકલ્યો, અને સર્વ ઇઝરાયલે તેને પથ્થરે એવો માર્યો કે તે મરી ગયો. અને રહાબામ રાજા યરુશાલેમ નાસી જવા માટે ઉતાવળથી પોતાના રથ પર ચઢી બેઠો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા રહાબઆમે વેઠ મજૂરોનું ખાતુ સંભાળતા અદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો, પણ તેઓએ તેને પથ્થરો માંરીને માંરી નાંખ્યો, આથી રાજા રહાબઆમને રથમાં બેસી યરૂશાલેમ ભાગી જવું પડયું.