1 Kings 12:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'યહોવા આમ કહે છે: તમે હુમલો ન કરશો, તેમ જ તમારા ભાઈ ઇઝરાયલી લોકોની વિરુદ્ધ યુદ્ધ ન કરશો. સર્વ માણસો પોતપોતાને ઘરે પાછા જાઓ, કેમ કે એ બાબત મારા તરફથી બની છે.'" માટે તેઓ યહોવાહની વાત સાંભળીને તેમના કહેવા પ્રમાણે પોતપોતાને માર્ગે પાછા વળ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારા ભાઈઓ ઇઝરાયલના લોકો પર ચડાઈ કરતા નહિ. તમે સૌ પોતપોતાને ઘેર જાઓ. એ બધું મારી ઇચ્છા પ્રમાણે થયું છે.” તેથી સૌ પ્રભુની આજ્ઞા માનીને પોતપોતાને ઘેર પાછા ફર્યા. યરોબામ પ્રભુથી ભટકી જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
‘યહોવા આમ કહે છે, તમે ચઢાઈ ન કરશો, તેમ જ તમારા ભાઈ ઇઝરાયલી લોકોની સામે યુદ્ધ ન કરશો, સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાઓ, કેમ કે એ બાબત મારા તરફથી બની છે, ’” માટે તેઓ યહોવાની વાત સાંભળીને યહોવાના કહેવા પ્રમાણે પાછા ફરીને પોતપોતાને માર્ગે પડ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
‘આ યહોવાનાં વચન છે: તમાંરા ભાઈઓ ઇસ્રાએલીઓ સામે લડવા જશો નહિ, સૌ કોઈ પોતપોતાને ઘેર પાછા જાય, જે કંઈ બન્યું છે તે માંરી ઇચ્છાથી બન્યું છે.’” તેમણે યહોવાનું કહ્યું માંન્યું અને તેની આજ્ઞા પ્રમાંણે તેઓ પાછા ઘેર ચાલ્યા ગયા.