1 Kings 12:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી રાજાએ સલાહ લઈને સોનાના બે વાછરડા બનાવ્યા અને યરોબામે તેઓને કહ્યું, "યરુશાલેમમાં જવું તમને ઘણું મુશ્કેલ થઈ પડે છે. હે ઇઝરાયલીઓ જુઓ, આ રહ્યા તમારા દેવો કે જે તમને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા હતા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ અંગે વિચારણા કરીને તેણે સોનાના બે વાછરડા બનાવ્યા અને પોતાના લોકોને કહ્યું, “તમારે ભક્તિ માટે છેક યરુશાલેમ જવું પડે છે. હે ઇઝરાયલના લોકો, તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર આ રહ્યા તમારા દેવો!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પરથી રજાએ સલાહ લઈને સોનાના બે વાછરડા બનાવ્યા. અને યરોબામે તેમને કહ્યું. “યરુશાલેમમાં જવું તમને ઘણું [મશ્કેલ] થઈ પડે છે. હે ઇઝરાયલ જો, તારા જે દેવો મિસર દેશમાંથી તને કાઢી લાવ્યા [તે આ રહ્યા].”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તેણે આ બાબત પર વિચારીને બે સોનાના વાછરડા કરાવ્યા અને લોકોને કહ્યું, “હવે તમાંરે બધાએ યરૂશાલેમ જવાની જરૂર નથી, ઓ ઇસ્રાએલીઓ; આ રહ્યા તમાંરા દેવ જે તમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.”