1 Kings 12:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યરોબામે આઠમા માસની પંદરમી તારીખે, જે પર્વ યહૂદિયામાં પળાતું હતું તેના જેવું પર્વ ઠરાવ્યું, તેણે વેદી પર બલિદાનો ચઢાવ્યાં. તે જ પ્રમાણે તેણે બેથેલમાં કર્યું. અને પોતાના બનાવેલા વાછરડાઓનાં બલિદાનો આપ્યાં. ઉચ્ચસ્થાનોના જે યાજકો તેણે ઠરાવ્યાં હતા, તેઓને તેણે બેથેલમાં રાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરોબામે યહૂદિયાના પર્વોત્સવની જેમ આઠમા મહિનાની પંદરમી તારીખે ધાર્મિક પર્વોત્સવની સ્થાપના કરી. પોતે બનાવેલા સોનાના વાછરડા આગળ તેણે બેથેલમાં વેદી પર બલિદાનો ચઢાવ્યાં. વળી, તેણે બેથેલમાં બંધાવેલાં ભક્તિનાં ઉચ્ચસ્થાનો પર સેવા કરવા યજ્ઞકારો મૂક્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરોબામે આઠમાં માસમાં, માસને પંદરમે દિવસે, જે પર્વ યહૂદિયામાં છે તેના જેવું પર્વ ઠરાવ્યું, ને તેણે વેદી પર બલિદાન આપ્યાં. તે જ પ્રમાણે તેણે બેથેલમાં કર્યું, ને પોતાના બનાવેલા વાછરડાઓનાં બલિદાન આપ્યાં.ઉચ્ચસ્થાનોના જે યાજકો તેણે ઠરાવ્યા હતા, તેઓને તેણે બેથેલમાં રાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આઠમાં મહિનામાં પંદરમાં દિવસે, યરોબઆમે યહૂદામાં જે ઉજવાતો હતો તેવો એક ઉત્સવ શરૂ કર્યો, અને તે બેથેલની વેદી પર ઉજવાતો હતો જે તેણે બનાવી હતી. તેણે વાછરડાઓને બલિદાનો અર્પણ કરવાનું શરુ કર્યું જે તેણે બનાવ્યા હતાં. અને તેણે ઉચ્ચ સ્થાનો પરથી યાજકોને નિયુકત કર્યા, બેથેલની કબરોમાં સેવા કરવા માંટે જે તેણે બનાવી હતી.