1 Kings 12:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે વેદી યરોબામે બેથેલમાં બનાવી હતી તેની પાસે આઠમા માસમાં, એટલે પોતાના પસંદ કરેલા માસ પંદરમી તારીખે તે ગયો અને ઇઝરાયલી લોકોને માટે તેણે પર્વ ઠરાવ્યું અને ધૂપ બાળવા માટે તે વેદી પાસે ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે પોતે ઠરાવેલ દિવસે, એટલે આઠમા મહિનાની પંદરમી તારીખે, ઇઝરાયલના લોકો માટે પોતે સ્થાપેલ ધાર્મિક પર્વોત્સવની ઉજવણી નિમિત્તે પોતે બેથેલમાં જઈને વેદી પર બલિનું દહન કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી જે વેદી તેણે બેથેલમાં બનાવી હતી તેની પાસે આઠમાં માસમા, પંદરમે દિવસે તે ગયો, અને ઇઝરાયલી લોકોને માટે તેણે પર્વ ઠરાવ્યું, ને ધૂપ બાળવા માટે તે વેદી પાસે ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ, ઇસ્રાએલીઓ માંટે પોતે શરૂ કરેલો ઉત્સવ ઊજવવા પોતે પસંદ કરેલા આઠમાં મહિનાનાં પંદરમાં દિવસે તે બેથેલ ગયો, અને બલિદાનો અર્પણ કરવા તે પોતે બનાવેલી વેદી પર ગયો.