1 Kings 12:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી. હવે પછી તારા પિતા અમારી પાસે સખત ગુલામી કરાવે છે તે બંધ કરાવ તથા અમારા પર તેણે મૂકેલી તેની ભારે ઝૂંસરી તું હલકી કરાવ, તો અમે તારે પક્ષે રહીને તારી સેવા કરીશું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારા પિતા શલોમોને અમારા પર લાદેલી રાજસેવા ભારે ઝૂંસરી સમાન હતી. તમારા પિતાએ લાદેલી વેઠ અને એ ઝૂંસરીનો બોજ તમે હળવો કરશો. તો અમે તમારી નિષ્ઠાપૂર્વક સેવા કરીશું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તમારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી, તો હવે તમારા પિતાની સખત વેઠ તથા અમારા પર તેમણે મૂકેલી તેમની ભારે ઝૂંસરી તમે હલકી કરો, તો અમે તમારી સેવા કરીશું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરા પિતા અમાંરા પ્રત્યે બહુ કઠોર હતા અને અમાંરી પાસે સખત કામ કરાવ્યા, હવે તમે અમાંરા પર તમાંરા પિતાએ મૂકેલો આ ભાર હળવો કરો, અને અમે તમાંરી સેવા કરીશું.”