1 Kings 13:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે ત્યાં બેથેલમાં એક વૃદ્વ પ્રબોધક રહેતો હતો અને તેના પુત્રોમાંના એકે આવીને તેને ઈશ્વરભક્તે બેથેલમાં જે સઘળું કર્યુ હતું તે અને તેણે રાજાને જે કહ્યું હતું તે સર્વ જણાવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ વખતે બેથેલમાં એક વૃદ્ધ સંદેશવાહક રહેતો હતો. તેના પુત્રોએ આવીને યહૂદિયાના ઈશ્વરભક્તે બેથેલમાં તે દિવસે જે કર્યું અને તેણે યરોબામને જે કહ્યું હતું તે તેને જણાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે બેથેલમાં એક વૃદ્ધ પ્રબોધક રહેતો હતો, અને તેના એક દીકરાએ આવીને તે ઈશ્વરભક્તે તે દિવસે બેથેલમાં જે સર્વ કૃત્યો કર્યા હતાં તે તેને કહી સંભળાવ્યાં. જે શબ્દો તેણે રાજાને કહ્યાં હતાં તે પણ તેણે પોતાના પિતાને કહી સંભળાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ વખતે બેથેલમાં એક વૃદ્વ પ્રબોધક રહેતો હતો. તેના પુત્રોએ ઘેર જઈને પ્રબોધકે બેથેલમાં જે કર્યુ હતું તે અને તેણે રાજાને જે કહ્યું હતું તે પોતાના પિતાને જણાવ્યું.