1 Kings 13:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે વૃદ્વ પ્રબોધક પેલા ઈશ્વરભક્તના પાછળ ગયો અને તેને એક એલોન વૃક્ષની નીચે બેઠેલો જોયો. તેણે તેને પૂછ્યું, "શું તું યહૂદિયાથી આવેલો ઈશ્વરભક્ત છે?" તેણે જવાબ આપ્યો, "હા, હું તે જ છું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને યહૂદિયાનો ઈશ્વરભક્ત જે માર્ગે ગયો હતો તે માર્ગે તેની પાછળ ગયો. તે તેને મસ્તગીવૃક્ષ નીચે બેઠેલો મળ્યો. તેણે પૂછયું, “યહૂદિયામાંથી આવેલા ઈશ્વરભક્ત તમે છો કે?” પેલા માણસે જવાબ આપ્યો, “હા, હું જ તે છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે ઈશ્વરભક્તની પાછળ ગયો, ઈશ્વરભક્ત તેને એલોનવૃક્ષ નીચે બેઠેલો મળ્યો. તેણે તેને પૂછ્યું, ”યહૂદિયામાંથી આવેલા ઈશ્વરભક્ત તે શું તમે છો?” એણે કહ્યું, “હું તે છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી એ વૃદ્વ પ્રબોધક પેલા દેવના માંણસની પાછળ ગયો, અને તેને એક એલોન વૃક્ષની નીચે બેઠેલો જોયો. તેણે તેમને પૂછયું, “તું યહૂદાથી આવેલો દેવનો માંણસ છે?” જવાબમાં તેણે કહ્યું, “હા, હું તે જ છું.”