1 Kings 13:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરભક્તે જવાબ આપ્યો, "હું તારી સાથે પાછો નહિ આવું અને તારા ઘરમાં નહિ જાઉં, તેમ જ હું આ જગ્યાએ તારી સાથે રોટલી પણ નહિ ખાઉં અને પાણી પણ નહિ પીઉં,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ યહૂદિયાના ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “હું તમારે ઘેર આવીને તમારી મહેમાનગીરી સ્વીકારી શક્તો નથી. હું અહીં પણ તમારી સાથે કંઈ ખાઈપીશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એણે કહ્યું, “હું તમારી સાથે પાછો નહિ આવું ને તમારા ઘરમાં નહિ જાઉં, તેમ જ હું આ જગાએ તમારી સાથે રોટલી પણ નહિ ખાઉં, ને પાણી પણ નહિ પીઉં;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે જવાબ આપ્યો, “ના, હું આવી શકું તેમ નથી, કેમકે મને તારી સાથે આવવાની રજા નથી કે તારી સાથે આ જગ્યાએ કંઇ ખાવાની કે પીવાની રજા નથી.