1 Kings 13:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તે ઈશ્વરભક્ત જતો હતો ત્યારે માર્ગમાં એક સિંહે તેને મારી નાખ્યો. તેનો મૃતદેહ ત્યાં રસ્તામાં પડ્યો હતો. ગધેડો તથા સિંહ તે મૃતદેહની પાસે ઊભા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તે ચાલી નીકળ્યો. રસ્તે જતાં તેને એક સિંહનો ભેટો થઈ ગયો, અને તેણે તેને મારી નાખ્યો. તેનું શબ રસ્તા પર પડયું હતું અને ગધેડું તથા સિંહ તેની પાસે ઊભાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એ ઈશ્વરભક્ત વિદાય થયો, ત્યાર પછી માર્ગમાં એને સિંહ મળ્યો, ને સિંહે એને મારી નાખ્યો. અને એની લાશ માર્ગમાં પડી હતી, ને ગધેડો તેની પાસે ઊભો હતો. સિંહ પણ લાશની પાસે ઊભો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યહૂદાના એ દેવના માંણસે પોતાની મુસાફરી શરૂ કરી, અને એ રસ્તામાં જતો હતો ત્યારે એક સિંહે ત્યાં આવીને તેને માંરી નાખ્યો. તેનું શબ ત્યાં રસ્તામાં પડયું હતું, અને ગધેડો તથા સિંહ તેની બાજુ પર ઊભા હતા.