1 Kings 13:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે માણસો તે રસ્તેથી પસાર થયા તેઓએ જોયું કે માર્ગમાં મૃતદેહ પડેલો છે અને તેની પાસે સિંહ ઊભો છે. અને તેઓએ નગરમાં એટલે જ્યાં વૃદ્વ પ્રબોધક રહેતો હતો ત્યાં આના વિષે વાત કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાંથી પસાર થનાર કેટલાક માણસોએ રસ્તા પર શબ અને નજીકમાં ઊભો રહેલો સિંહ જોયાં. તેમણે જે જોયું હતું તેની બેથેલમાં જઈને વૃદ્ધ સંદેશવાહકને ત્યાં ખબર આપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જુઓ, ત્યાં થઈને જતાં માણસોએ લાશને માર્ગમાં પડેલી તથા સિંહને લાશની પાસે ઊભેલો જોયો. અને તેઓએ આવીને નગરમાં જ્યાં વૃદ્ધ પ્રબોધક રહેતો હતો ત્યાં તેની ખબર આપી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
થોડા માંણસો જેઓ તે રસ્તેથી પસાર થતા હતાં વચ્ચે પડેલા શબને અને તેની બાજુએ શાંતિથી ઊભેલા ગધેડા તથા સિંહને જોયો. અને નગરમાં જઈને આના વિષે વાત કરી, જ્યાં વૃદ્વ પ્રબોધક રહેતો હતો.