1 Kings 13:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ઘટના પછી પણ યરોબામે પોતાના દુષ્ટ માર્ગો છોડ્યા નહિ. પણ તેણે ઉચ્ચસ્થાનો માટે સર્વ લોકોમાંથી યાજકો ઠરાવવાનું ચાલુ રાખ્યું. જે કોઈ યાજક થવા તૈયાર થતો તેને તે ઉચ્ચસ્થાનનો યાજક ઠરાવતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હજી પણ ઇઝરાયલનો રાજા યરોબામ તેના ભૂંડા માર્ગોથી પાછો ફર્યો નહિ, પણ પોતે બાંધેલાં ભક્તિનાં ઉચ્ચસ્થાનો પર સેવા કરવા લેવીકુળનાં ન હોય તેવાં કુટુંબોમાંથી યજ્ઞકારો નીમવાનું તેણે ચાલુ રાખ્યું. જેને યજ્ઞકાર થવું હોય તેને તે બનાવતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ બિના પછી યરોબામ પોતાના કુમાર્ગથી ફર્યો નહિ, પણ ફરીથી તેણે સર્વ લોકોમાંથી ઉચ્ચસ્થાનોનાં યાજકો ઠરાવ્યા તે ચાહે તેની પ્રતિષ્ઠા કરતો કે, જેથી તે ઉચ્ચસ્થાનોને માટે યાજકો થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ ઘટના પછી પણ યરોબઆમે પોતાનું દુષ્ટ આચરણ છોડયું નહિ. પણ તેણે ઉચ્ચસ્થાનો માંટે કોઈ પણ કુળસમૂહના લોકોમાંથી યાજક તરીકે નીમવાનું ચાલું રાખ્યું. જે કોઈ યાજક થવા તૈયાર થતો તેને તે ઉચ્ચસ્થાન પરનાં મંદિરનો યાજક નીમતો.