1 Kings 13:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યરોબામ રાજાએ ઈશ્વરભક્તને જવાબ આપ્યો, "તારા ઈશ્વર, યહોવાહની કૃપા માટે આજીજી કર અને મારા માટે પ્રાર્થના કર, જેથી મારો હાથ ફરીથી સાજો થાય." તેથી ઈશ્વરભક્તે યહોવાહને પ્રાર્થના કરી, એટલે રાજા સાજો થયો અને તેનો હાથ અગાઉના જેવો થઈ ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરોબામ રાજાએ ઈશ્વરભક્તને કહ્યું, “કૃપા કરી પ્રભુ, તમારા ઈશ્વરને મારે માટે પ્રાર્થના કરો અને તેમને મારો હાથ સાજો કરવા કહો.” ઈશ્વરભક્તે પ્રભુને પ્રાર્થના કરી એટલે રાજાનો હાથ સાજો થઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ ઈશ્વરભક્તને ઉત્તર આપીને કહ્યું, “તારા ઈશ્વર યહોવાની કૃપા માટે આજીજી કરીને મારે માટે પ્રાર્થના કર કે, મારો હાથ ફરીથી સાજો થાય.” અને ઈશ્વરભક્તે યહોવાની આજીજી કરી, એટલે રાજાનો હાથ સાજો થઇને અગાઉના જેવો થઈ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાએ દેવના માંણસને કાલાવાલા કર્યા, “મેહરબાની કરીને તમાંરા યહોવા દેવને કહો કે, માંરો હાથ ફરીથી સાજો કરી આપે.” તેથી દેવના માંણસે દેવને પ્રાર્થના કરી, એટલે રાજાનો હાથ પહેલા હતો તેવો થઈ ગયો.