1 Kings 14:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સર્વ ઇઝરાયલી લોકો તેને માટે શોક કરશે અને તેને દફનાવશે. તારા કુટુંબમાંથી એ એકલો જ હશે કે જે કબરમાં જવા પામશે. કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવા પ્રત્યે યરોબામના સમગ્ર કુટુંબમાંથી માત્ર આ છોકરામાં જ સારી બાબત માલૂમ પડી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના સર્વ લોક તેને માટે શોક કરશે અને તેને દાટશે. યરોબામના કુટુંબમાંથી માત્ર તેનું જ વિધિસર દફન થશે. કારણ, એ જ એક માણસમાં ઇઝરાયલના ઈશ્વર પ્રભુને સદાચાર જણાયો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સર્વ ઇઝરાયલ તેને માટે શોક કરશે, ને તેને દાટશે, કેમ કે યરોબામના કુટુંબમાંથી તે એકલો જ કબરમાં દટાવા પામશે. કારણ કે યરોબામના કુટુંબ પૈકી માત્ર તેનામાં જ ઇઝરાયલના ઈશ્વર યહોવા પ્રત્યે કંઇક સારી [વર્તણૂક] માલૂમ પડી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સર્વ ઇસ્રાએલી લોકો તેને માંટે આક્રંદ કરશે અને તેને દફનાવશે, તારા કુટુંબમાંથી સારો ભૂમિદાહ પામનાર તારો પુત્ર આ એક જ હશે. કેમકે ઇસ્રાએલના યહોવા દેવને યરોબઆમના સમગ્ર પરિવારમાંથી માંત્ર આ છોકરાને જ સારી વ્યકિત તરીકે જોયો છે.