1 Kings 14:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેવી રીતે બરુ નદીમાં ઝોલાં ખાય છે તેવી જ રીતે યહોવા ઇઝરાયલ પર પ્રહાર કરશે. યહોવા ઇઝરાયલીઓને તેઓના પિતૃઓને આપેલા દેશમાંથી જડમૂળથી ઉખેડી નાખશે અને ફ્રાત નદીને પેલે પાર તેઓને વિખેરી નાખશે. કારણ કે અશેરીમનો સ્તંભ બનાવી તેઓએ યહોવાહને કોપાયમાન કર્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ ઈઝરાયલને પણ સજા કરશે અને તે પ્રવાહમાં ડોલતા બરુની જેમ હચમચી જશે. પ્રભુ ઇઝરાયલના લોકોને તેમના પૂર્વજોને તેમણે આપેલા આ સારા દેશમાંથી ઉખેડી નાખશે અને તેમને યુફ્રેટિસ નદીને પેલે પાર વિખેરી નાખશે, કારણ, તેમણે અશેરા દેવીની પ્રતિમાઓ બનાવી પ્રભુને કોપાયમાન કર્યા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જેમ બરુ પાણીમાં ઝોલાં ખાય છે, તેમ યહોવા ઇઝરાયલને મારશે. અને આ સારો દેશ જે તેણે ઇઝરાયલના પિતૃઓને આપ્યો હતો તેમાંથી તેઓને તે નિર્મૂળ કરીને નદીની પેલે પાર તેઓને વિખેરી નાખશે. કારણ કે તેઓએ પોતાને માટે અશેરીમ [મૂર્તિઓ] કરીને યહોવાને રોષ ચઢાવ્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેવી રીતે છોડની કુંમળી દાંડી નદીમાં ઝોલાં ખાય છે તેવી જ રીતે યહોવા ઇસ્રાએલ પર પ્રહાર કરશે. યહોવા ઇસ્રાએલીઓને તેણે તેના પિતૃઓને આપેલા દેશમાંથી જડમૂળથી ઉખેડી નાખશે. અને નદીને પેલે પાર તેઓને વિખેરી નાખશે, કારણ કે અશેરીમનો સ્તંભ બનાવી તેઓએ યહોવાને કોપાયમાંન કર્યા છે.