1 Kings 14:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાનનો પુત્ર રહાબામ જ્યારે એકતાળીસ વર્ષનો હતો ત્યારે તે યહૂદિયાનો રાજા બન્યો. ઇઝરાયલના સર્વ કુળોમાંથી યરુશાલેમ નગરને યહોવાહે પોતાનું નામ રાખવા માટે પસંદ કર્યુ હતું તેમાં રહાબામે સત્તર વર્ષ રાજ કર્યુ. રહાબામની માતાનું નામ નાઅમાહ હતું, તે આમ્મોની હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોનનો પુત્ર રહાબામ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એક્તાલીસ વર્ષનો હતો. ઇઝરાયલના સર્વ કુળપ્રદેશોમાંથી પોતાના નામની ભક્તિ કરવાના સ્થાન તરીકે પ્રભુએ પસંદ કરેલ નગર યરુશાલેમમાં રહી તેણે સત્તર વર્ષ રાજ કર્યું. રહાબામની માતા નામા આમ્મોની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાનનો દીકરો રહાબામ યહૂદિયામાં રાજ કરતો હતો. રહાબામ રાજ કરવા લાગ્યો ત્યારે તે એકતાળીસ વર્ષનો હતો.યરુશાલેમ નગર જેને ઇઝરાયલના સર્વ કુળોમાંથી યહોવાએ પોતાનું નામ ત્યાં રાખવા માટે પસંદ કર્યું હતું, તેમાં તેણે સત્તર વર્ષ રાજ કર્યું. તેની માનું નામ નાઅમા હતું, તે અમ્મોની સ્ત્રી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદાનાં રાજા સુલેમાંનનો પુત્ર રહાબઆમ જ્યારે તે 41 વર્ષની ઊંમરનો હતો ત્યારે યહૂદાનો રાજા બન્યો. રહાબઆમે યરૂશાલેમમાં 17 વર્ષ રાજ્ય કર્યુ. ઇસ્રાએલની બધી જાતિઓમાંથી યરૂશાલેમ નગર હતું જેને યહોવાએ પોતાના માંટે પસંદ કર્યુ હતું. રહાબઆમની માંતાનું નામ નાઅમાંહ હતું, તે આમ્મોની હતી.