1 Kings 14:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલું જ નહિ, દેશમાં સજાતીય સંબંધોવાળા લોકો પણ હતા. જે સર્વ પ્રજાઓને યહોવાહે ઇઝરાયલ આગળથી હાંકી કાઢી હતી તેઓના સર્વ ધિક્કારપાત્ર કાર્યોનું અનુકરણ તેઓએ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એથીય ભૂંડી વાત તો એ કે તેમનાં સ્ત્રીપુરુષ એ વિધર્મી પ્રજાઓનાં પૂજાસ્થાનોમાં દેવદાસીઓ અને દેવદાસો તરીકે કામ કરતાં હતાં. ઇઝરાયલીઓ દેશનો કબજો લેતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી જે પ્રજાઓને હાંકી કાઢી હતી એ પ્રજાઓનાં જેવાં શરમજનક કૃત્યો યહૂદિયાનાં લોકોએ પણ આચર્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી દેશમાં સજાતીય સંબંધો ચાલતા હતા. જે બધી પ્રજાઓને યહોવાએ ઇઝરાયલ આગળથી હાંકી કાઢી હતી, તેઓનાં સર્વ ધિક્કારપાત્ર આચરણનું અનુકરણ તેઓએ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલું જ નહિ, આખા પ્રદેશમાં દેવદાસો અને દેવદાસીઓ બીજા દેવોની સેવા કરતી હતી, આ તો ભૂમિના રાષ્ટ્રોએ કરેલું અધમ પાપ જેવું હતું, આને કારણે યહોવાએ તેમની પાસેથી ભૂમિ લઇને ઇસ્રાએલીઓને આપી દીધી હતી.