1 Kings 14:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રહાબામ રાજાએ તેને બદલે પિત્તળની ઢાલો બનાવડાવી અને રાજાના મહેલના પ્રવેશદ્વારનું રક્ષણ કરનારા સૈનિકોના નાયકોના હાથમાં આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રહાબામ રાજાએ સોનાની ઢાલોની જગ્યાએ તાંબાની ઢાલો મૂકી અને રાજમહેલના સંરક્ષક અધિકારીઓને સોંપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રહાબામ રાજાએ તેને બદલે પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના દ્વારની રક્ષક ટુકડીના નાયકોના હાથમા તે સોંપી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પેલી સોનાની ઢાલોને બદલે રાજા રહાબઆમે કાંસાની ઢાલો કરાવી, ને તે રાજમહેલના પ્રવેશદ્વારનું રક્ષણ કરતા સૈનિકોના સરદારોને સોંપી.