1 Kings 14:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે તેને કહ્યું કે, "જો, યરોબામની પત્ની પોતાના બીમાર દીકરા વિષે પૂછપરછ કરવા માટે તારી પાસે આવી રહી છે. તું તેને આ પ્રમાણે કહેજે. તે આવશે ત્યારે તે કોઈક બીજી જ સ્ત્રી હોવાનો દેખાવ કરીને આવશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ અહિયાને કહ્યું કે યરોબામની પત્ની તેમના બીમાર પુત્ર વિશે પૂછવા આવે છે. તેને શું કહેવું તે પણ પ્રભુએ અહિયાને કહ્યું. યરોબામની પત્નીએ આવીને પોતે બીજી કોઈ વ્યક્તિ હોવાનો ઢોંગ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ અહિયાને કહ્યું, “જો યરોબામની પત્ની પોતાના દીકરા વિષે પૂછપરછ કરવા તારી પાસે આવે છે, કેમ કે તે માંદો છે, તું તેને આમ આમ કહેજે; કેમ કે તે અંદર આવશે ત્યારે એમ થશે કે, તે બીજી કોઈ સ્ત્રી હોવાનો ડોળ કરશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યહોવાએ તેને કહ્યું હતું કે, “યરોબઆમની પત્ની પોતાના માંદા બાળક વિષે તને સવાલ કરવા આવી રહી છે; તેણી આવશે ત્યારે કોઈક બીજુંજ હોવાનો ઢોંગ કરશે. તેણીને આ કહેજે.”