1 Kings 15:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તારા પિતા અને મારા પિતા વચ્ચે શાંતિકરાર હતો તેમ મારી અને તારી વચ્ચે પણ શાંતિકરાર થાય. જો હું તને સોનાચાંદીની ભેટ મોકલું છું. તું ઇઝરાયલના રાજા બાશા સાથેનો શાંતિકરાર તોડી નાખ. કે જેથી તે મારી પાસેથી એટલે મારા દેશમાંથી જતો રહે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારા અને મારા પિતા વચ્ચે રાજમૈત્રી હતી; આપણે એ મૈત્રી જાળવીએ. મેં તમને આ સોનારૂપાની ભેટ મોકલી છે. હવે ઇઝરાયલના રાજા બાશા સાથેનો તમારો રાજસંબંધ કાપી નાખો; જેથી તે મારી સરહદમાંથી પોતાનું દળ ખેંચી લે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“મારી તથા તારી વચ્ચે ને મારા પિતાની તથા તારા પિતાની વચ્ચે કરાર થયેલો છે. જો, મેં તારે માટે રૂપાને સોનાની ભેટ મોકલી છે. ચાલ, ઇઝરાયલના રાજા બાશા સાથેનો તારો સંપ તોડ કે, તે મારી પાસેથી જતો રહે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરા પિતા અને માંરા પિતા વચ્ચે શાંતિકરાર હતો, તેવો આપણી વચ્ચે પણ છે. આ સાથે હું તમને સોનાચાંદીની ભેટ મોકલું છું. તમે ઇસ્રાએલના રાજા બાઅશા સાથેનો શાંતિકરાર તોડી નાખો એટલે તેણે માંરા પ્રદેશમાંથી હઠી જવું પડશે.”