1 Kings 15:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બેનહદાદે આસા રાજાનું કહેવું માન્યું અને તેણે પોતાના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો સામે ચઢાઈ કરવા મોકલ્યાં. તેઓએ ઇયોન, દાન, આબેલ-બેથ-માઅખાહ, આખું કિન્નેરોથ અને આખા નફતાલી પ્રદેશ પર હુમલો કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેનહદાદ રાજાએ આસાની દરખાસ્ત માન્ય રાખી અને પોતાના સેનાપતિઓ અને તેમનાં લશ્કરોને ઇઝરાયલનાં નગરો પર ત્રાટકવા મોકલ્યાં. તેમણે આયોન, દાન, આબેલબેથમાકા, ગાલીલ સરોવર નજીકનો પ્રદેશ અને આખો નાફતાલીનો પ્રદેશ કબજે કર્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બેન-હદાદે આસા રાજાનું સાંભળીને પોતાના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો સામે મોકલીને ઇયોન, દાન, આબેલ-બેથ-માકા, આખું કિન્નેરોથ તથા આખા નફતાલી દેશ પર હુમલો કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બેનહદાદે આ કરાર માંન્ય રાખ્યો અને તેણે પોતાના સૈન્યને ઇસ્રાએલનાં કેટલાંક નગરો સામે લડવા મોકલ્યું. તેઓએ ઇયોન, દાન, આબેલ-બેથ-માંઅખાહ, સમગ્ર કિન્નેરોથ અને નફતાલી પ્રદેશનાં તમાંમ નગરોનો નાશ કર્યો.