1 Kings 15:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેવો તે રાજા બન્યો કે તરત જ તેણે યરોબામના કુટુંબનાં સર્વને મારી નાખ્યાં. તેણે યરોબામના કુટુંબનાં કોઈનેય જીવતાં છોડ્યા નહિ; આ રીતે યહોવા જે વાત તેના સેવક શીલોના અહિયા દ્વારા બોલ્યા હતા તે રીતે તેણે તેઓનો નાશ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તરત જ યરોબામના કુટુંબનો સંહાર શરૂ કરી દીધો. પ્રભુએ પોતાના સેવક શીલોમાંના સંદેશવાહક અહિયા મારફતે જે કહ્યું હતું તે પ્રમાણે યરોબામનું આખુંય કુટુંબ માર્યું ગયું, એકપણ સભ્ય બચ્યો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે રાજા થયો કે તરત એમ થયું કે તેણે યરોબામના ઘરનાં સર્વને મારી નાખ્યાં.યહોવા પોતાના સેવક શીલોની અહિયા મારફતે જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે તેણે યરોબામ [ના કુટુંબ] નો પૂરેપૂરો નાશ કર્યો. તેના એક પણ જણને તેણે જીવતો રહેવા દીધો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેવો એ રાજા બન્યો કે તરત તેણે યરોબઆમના કુટુંબનોે નાશ કર્યો. તેણે કોઈનેય જીવતા છોડયા નહિ. આ રીતે યહોવાએ જે વાત તેના સેવક શીલોના અહિયાને કહી હતી તે સાચી પડી.