1 Kings 16:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે બાશાએ અને તેના પુત્ર એલાએ જે સર્વ પાપો કર્યાં હતાં અને તે વડે ઇઝરાયલીઓને પાપમાં દોરી ગયા હતા તેને લીધે અને તેઓની મૂર્તિઓને લીધે યહોવાહને રોષ ચઢાવ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાશા અને તેના પુત્ર એલાએ મૂર્તિપૂજા કરીને ઇઝરાયલને પણ એ પાપમાં પાડીને ઇઝરાયલના ઈશ્વર પ્રભુને કોપાયમાન કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને લીધે યહોવા પોતાનું વચન યેહૂ પ્રબોધક દ્વારા બાશાની વિરુદ્ધ બોલ્યા હતા, તે પ્રમાણે ઝિમ્રીએ બાશાના આખા કુટુંબનો નાશ કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાઅશા અને તેના પુત્ર એલાહનાંઁ પોતાના જ અનિષ્ટ કૃત્યો અને દુષ્ટ કર્મોને લીધે તેઓનો સંહાર થયો. કેમકે તેઓ ઇસ્રાએલીઓને મૂર્તિઓની પૂજા કરવામાં દોરી ગયા અને ઇસ્રાએલના યહોવા દેવને સખત ક્રોધાયમાંન કર્યા.