1 Kings 16:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે ઝિમ્રીને ખબર પડી કે નગરને જીતી લેવામાં આવ્યું છે ત્યારે તેણે રાજમહેલના કિલ્લામાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે પોતે પણ બળીને મૃત્યુ પામ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે ઝિમ્રીએ જોયું કે નગરનું પતન થયું છે ત્યારે તે રાજમહેલના અંદરના કિલ્લામાં પેસી ગયો અને રાજમહેલને આગ લગાડીને તેમાં બળી મૂઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઝિમ્રીએ જોયું કે નગર સર કરવામાં આવ્યું છે, ત્યારે એમ થયું કે રાજાના મહેલના કિલ્લામાં તે ભરાઈ ગયો, ને મહેલને આગથી સળગાવી મૂકીને પોતે અંદર બળી મૂઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે ઝિમ્રીએ જોયું કે શહેર દુશ્મનને હાથ ગયું છે, એટલે તેણે રાજમહેલમાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે મરી ગયો.