1 Kings 16:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે નબાટના પુત્ર યરોબામને માર્ગે ચાલ્યો, તેના પાપ વડે ઇઝરાયલ પાસે પણ પાપ કરાવ્યાં તથા તેઓની મૂર્તિઓને લીધે ઇઝરાયલના ઈશ્વર યહોવાહને કોપાયમાન કર્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેની અગાઉના યરોબામની માફક પોતાના પાપથી અને લોકોને પાપ અને મૂર્તિપૂજા તરફ દોરી જઈને તેણે પ્રભુને કોપાયમાન કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે નબાટના દીકરા યરોબામના સર્વ માર્ગમાં તથા તેનાં જે પાપ વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવીને તેઓની વ્યર્થતાઓથી ઇઝરાયલના ઈશ્વર યહોવાને રોષ ચઢાવ્યો, તેમાં તે ચાલ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે નબાટના પુ્ત્ર યરોબઆમને માંગેર્ ચાલી, યરોબઆમની જેમ પોતે પાપ કર્યા અને ઇસ્રાએલ પાસે પણ પાપ કરાવ્યાં તથા મૂર્તિની પૂજા કરીને, ઇસ્રાએલના દેવ યહોવાને કોપાયમાંન કર્યા.