1 Kings 16:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના એક ચાકર, અડધી રથસેનાના નાયક ઝિમ્રીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. હવે એલા તિર્સામાં હતો. તિર્સામાં તેના મહેલનો એક કારભારી આર્સાના ઘરે મદ્યપાન કરીને ચકચૂર થયો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝિમ્રી નામનો તેનો એક અધિકારી જે તેના અડધા રથોનો ઉપરી હતો તેણે તેની સામે વિદ્રોહ કર્યો. એ દિવસે તિર્સામાં રાજમહેલના ઉપરી આઝાના ઘરમાં એલા પીને ચકચૂર થયેલો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનો ચાકર ઝિમ્રી, જે તેના રથોના અર્ધા ભાગ પર નાયક હતો, તેણે એલાની વિરુદ્ધ બંડ કર્યું. હવે તે તિર્સામાં હતો, ને તિર્સામાંના તેના ઘરનો કારભારી આર્સા નામે એક જણ હતો; તેના ઘરમાં પીને રાજા ચકચૂર થયો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના એક અમલદાર, અડધી રથસેનાના નાયક ઝિમ્રીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. તિર્સાહમાં રાજાએ કેફી પીણું પીધું અને આર્સાના ઘરમાં ભાન ભૂલી ગયો. જે આર્સા તિર્સાહના મહેલમાં ઉપરી હતો.