1 Kings 17:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તે સારફત ચાલ્યો ગયો, જયારે તે નગરના પ્રવેશદ્વારે પહોંચ્યો ત્યારે તેણે એક વિધવા સ્ત્રીને લાકડાં વીણતી જોઈ, તેણે તેને બોલાવીને કહ્યું, "કૃપા કરીને મારે પીવા સારુ તું મને કૂજામાં થોડું પાણી લાવી આપ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી એલિયા સારફાથ ગયો અને તે નગરને દરવાજે પહોંચ્યો ત્યારે તેણે એક વિધવાને બળતણ માટે લાકડાં વીણતી જોઈ. તેણે તેને કહ્યું, “કૃપયા માટે માટે થોડું પાણી લાવજે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી તે ઊઠીને સારફત ગયો. તે નગરના દરવાજા આગળ તે આવ્યો ત્યારે, જુઓ, એક વિધવા સ્ત્રી લાકડાં વીણતી હતી. તેણે એને હાંક મારીને કહ્યું, “કૃપા કરીને મારે પીવા માટે વાસણમાં થોડું પાણી લઈ આવો”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તે સારફત ચાલ્યો ગયો, જયારે તે ગામની ભાગોળે પહોંચ્યો ત્યારે, તેણે એક વિધવા સ્ત્રીને લાકડાં વીણતી જોઈ, તેણે તેનું અભિવાદન કર્યુ અને કહ્યું, “જરા મને કૂંજામાં થોડું પાણી પીવા લાવી આપોને.”