1 Kings 17:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલિયા તે બાળકને લઈને ઉપરની ઓરડીમાંથી નીચેના ઘરમાં આવ્યો; તે છોકરાંને તેની માતાને સોંપીને બોલ્યો કે, "જો, તારો દીકરો જીવતો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલિયા છોકરાને તેની મા પાસે નીચે લઈ ગયો અને તેને કહ્યું, “જો, તારો પુત્ર જીવે છે.!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એલિયા છોકરાને લઈને [માળ પરની] ઓરડીમાંથી નીચે ઘરમાં લાવ્યો, ને તેને એની માને સોંપ્યો. અને એલિયાએ કહ્યું, “જુઓ, તમારો છોકરો જીવતો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલિયાએ તેને ઉપાડી લઈ ઘરના પરના માંળપરની ઓરડીમાંથી તેને તેની માંતા પાસે લઇ આવ્યો. તે બાળકને તેની માંતાને સુપ્રત કરીને તેણે કહ્યું, “જો, તારો પુત્ર તો જીવે છે.”