1 Kings 18:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો અમને બે બળદ આપો. તેઓ પોતાને માટે એક બળદ પસંદ કરીને એને કાપીને તેના ટુકડાં કરે અને તેને લાકડાં પર મૂકે અને નીચે આગ ન મૂકે. પણ હું બીજો બળદ તૈયાર કરીને તેને લાકડાં પર મૂકીશ અને નીચે આગ નહિ મૂકું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો હવે બે આખલા લાવો. બઆલના સંદેશવાહકો એક આખલો લઈ તેના કાપીને ટુકડા કરે અને લાકડાં પર મૂકે, પણ તળે અગ્નિ ચાંપે નહિ. બીજો આખલો લઈને હું પણ એ જ પ્રમાણે કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો અમને બે ગોધા આપો; અને તેઓ પોતાને માટે એક ગોધો પસંદ કરીને એના કાપીને ટુકડા કરે, ને તેને લાકડાં પર મૂકે, ને નીચે આગ ન મૂકે, અને હું બીજો ગોધો તૈયાર કરીને તેને લાકડાં પર મૂકીશ, ને નીચે આગ નહિ મૂકું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બે બળદો લઈ આવો, તેઓને એક બળદ પસંદ કરવા દો અને તેને વધેરીને બલિદાનના લાકડા પર મૂકો, પણ અગ્નિ ન પેટાવો, બીજા બળદને હું બલિદાન માંટે તૈયાર કરીને લાકડા પર મૂકું, પણ અગ્નિ નહિ પેટાવું.