1 Kings 18:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી એલિયાએ બાલના પ્રબોધકોને કહ્યું, "તમે તમારે સારુ એક બળદ પસંદ કરો અને તેને કાપીને પહેલા તૈયાર કરો, કારણ તમે ઘણા છો, તમારા દેવને પ્રાર્થના કરો, પણ બળદની નીચે આગ લગાડશો નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એલિયાએ બઆલના સંદેશવાહકોને કહ્યું, “તમે ઘણા છો, તેથી તમે પ્રથમ આખલો લઈ તેને તૈયાર કરો. તમારા દેવને પ્રાર્થના કરો, પણ લાકડાંમાં અગ્નિ મૂકશો નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એલિયાએ બાલના પ્રબોધકોને કહ્યું, ”તમે તમારે માટે એક ગોધો પસંદ કરીને તેને પહેલો તૈયાર કરો, કેમ કે તમે ઘણા છો, અને તમારા દેવને નામે વિનંતી કરો, પણ નીચે કંઈ પણ અગ્નિ મૂકતા નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી એલિયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, “એક બળદ પસંદ કરો અને પહેલાં તમે ધરાવો, કારણ તમે સંખ્યામાં ઘણા છો, તમાંરા દેવને પ્રાર્થના કરો, પણ લાકડામાં આગ ન મૂકશો.”