1 Kings 18:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આમ અને આમ બપોર થઈ ગઈ એટલે એલિયા તેઓની મશ્કરી કરીને બોલ્યો, "હજી મોટા સાદે બૂમો પાડો! તે દેવ છે! કદાચ એ વિચારમાં ઊંડો ડૂબી ગયો હશે! અથવા કંઈ કામમાં ગૂંથાયો હશે કે, મુસાફરીમાં હશે, કદાચ ઊંઘી પણ ગયો હોય તો જગાડવો પણ પડે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બપોરે એલિયા તેમની મશ્કરી કરવા લાગ્યો; “હજુ વધુ જોરથી પ્રાર્થના કરો! તે દેવ છે! કદાચ તે વિચારમાં ડૂબી ગયો હશે અથવા કંઈક કામમાં રોકાઈ ગયો હશે અથવા કદાચ મુસાફરીએ પણ ઉપડયો હશે! કદાચ તે ઊંઘતો હશે અને તમારે તેને જગાડવો પડશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બપોરે એમ થયું કે એલિયાએ તેઓની મશ્કરી કરીને કહ્યું, “મોટેથી પોકારો, કેમ કે તે દેવ છે; તે તો વિચારમાં ગૂંથાયેલો હશે કે, એકાંતમાં હશે કે, મુસાફરીમાં હશે કે કદાચ તે ઊંઘતો હશે, માટે તેને જગાડવો જોઈએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમને આમ બપોર થઈ ગઇ એટલે એલિયાએ તેમની મશ્કરી કરવા માંડી, તે બોલ્યો, “હજી મોટા સાદે બૂમો પાડો, તેઓ દેવ છે; એ વિચારમાં ઊંડા ડૂબી ગયા હશે, અથવા કંઈ કામમાં ગૂંથાયા હશે કે, પ્રવાસે ગયા હશે, કદાચ ઊંઘી પણ ગયા હોય તો જગાડવા પડે ને?”