1 Kings 18:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેઓ વધારે મોટે સાદે બૂમો પાડવા લાગ્યા અને જેમ તેઓ કરતા હતા તેમ તરવાર અને ભાલા વડે પોતાનાં શરીર પર એવા ઘા કરવા લાગ્યા કે, લોહી વહેવા લાગ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી એ સંદેશવાહકોએ વધુ મોટા પોકાર કર્યા અને તેમની વિધિ પ્રમાણે લોહી વહી નીકળે ત્યાં સુધી પોતાને છરી ખંજરોથી ઘાયલ કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ મોટેથી પોકાર કર્યો, ને પોતાની રીત પ્રમાણે પોતાને તરવારથી તથા ભાલાથી એટલે સુધી ઘાયલ કર્યા કે, તેમના પર લોહીની ધારાઓ વહેવા લાગી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તેઓ વધારે મોટે સાદે બૂમો પાડવા લાગ્યા અને તેમના રિવાજ મુજબ તરવાર અને ભાલા વડે પોતાના શરીર પર એવા ઘા કરવા લાગ્યા કે, લોહીના રેલા વહેવા લાગ્યા.