1 Kings 18:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે આગને સારુ લાકડાં પણ ગોઠવ્યાં. બળદને કાપીને ટુકડાં કર્યા અને તેને લાકડાં પર મૂક્યા. પછી તેણે કહ્યું કે, "ચાર ઘડા પાણી ભરી લાવીને દહનીયાર્પણ પર અને લાકડાં પર રેડો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે વેદી પર લાકડાં મૂક્યાં, આખલો કાપીને તેના ટુકડા કર્યા અને તેણે લાકડા પર મૂક્યા. તેણે કહ્યું, “પાણીનાં ચાર કુંડા ભરીને તેને અર્પણ તથા લાકડાં પર રેડો.” તેમણે તેમ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે લાકડાં સિંચ્યાં, ને ગોધાને કાપીને ટુકડા કરીને તેને લાકડાં પર મૂક્યો. તેણે કહ્યું, “ચાર માટલા પાણી ભરો, ને તે દહનીયાર્પણ પર તથા લાકડાં પર રેડો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ તેણે લાકડા પણ ગોઠવ્યાં. બળદના ટૂકડા કર્યા અને તેને લાકડાં પર ગોઠવ્યો.