1 Kings 18:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલિયાએ કહ્યું, "બાલના પ્રબોધકોને પકડો. તેઓમાંથી એકને પણ નાસી જવા ન દો." તેથી લોકોએ તેઓને પકડી લીધા અને એલિયાએ તેમને કીશોન નાળાની તળેટીમાં લાવીને મારી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલિયાએ હુકમ કર્યો, “બઆલના સંદેશવાહકોને પકડો; તેમને છટકી જવા દેશો નહિ.” લોકોએ એ સૌને પકડયા. એલિયાએ તેમને કિશોન ઝરણાએ લઈ જઇને મારી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એલિયાએ તેમને કહ્યું, “બાલના પ્રબોધકોને પકડો. તેઓમાંથી એકને નાસી જવા દેશો નહિ.” તેઓએ તેમને પકડ્યા. અને એલિયાએ તેમને કીશોન નાળા પાસે ઉતારી લાવીને ત્યાં તેમને મારી નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલિયાએ કહ્યું, “બઆલના પ્રબોધકોને પકડી લો, જોજો, એક પણ છટકી ન જાય.” લોકોએ તેમને પકડી લીધા અને એલિયા તેમને કીશોન નદીને કાંઠે લઇ ગયા અને તેઓ સર્વને ત્યાં માંરી નાખ્યાં.