1 Kings 19:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ફરીથી જવાબ આપ્યો, "સૈન્યોના ઈશ્વર યહોવાહને સારુ મને ઘણી જ આસ્થા ચઢી છે. કેમ કે ઇઝરાયલના લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને તોડી નાખી છે અને તમારા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા છે. અને હવે હું એકલો જ બચી ગયો છું. તેઓ મારો પણ જીવ લેવા મને શોધી રહ્યો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે જવાબ આપ્યો, “સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે. પણ ઇઝરાયલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માગે છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવાને માટે મને ઘણી જ આસ્થા ચઢી છે, કેમ કે ઇઝરાયલી લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને પાડી નાખી છે. ને તમારા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા છે. અને હું, હા, હું એકલો જ બચી રહ્યો છું, અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે ફરીથી જવાબ આપ્યો, “હું સંપૂર્ણરીતે સર્વસમર્થ દેવ યહોવાને અર્પણ થઇ ગયો છુ, ઇસ્રાએલના લોકોએ તમાંરો કરાર ફગાવી દીધો છે, તમાંરી વેદી તોડી પાડી છે, અને તમાંરા પ્રબોધકોને તરવારથી કાપી નાખ્યા છે, હું એકલો બાકી રહ્યો છું, અને હવે તેઓ માંરો જીવ લેવા માંગે છે.”