1 Kings 19:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે એક ગુફામાં જઈને ત્યાં ઉતારો કર્યો. પછી યહોવાહનું એવું વચન તેની પાસે આવ્યું કે, "એલિયા, તું અહીં શું કરી રહ્યો છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાત ગાળવા તે એક ગુફામાં ગયો. એકાએક પ્રભુએ તેની સાથે વાત કરી, “એલિયા, તું અહીં શું કરે છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે ત્યાં એક ગુફામાં જઈને ઉતારો કર્યો. અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું, ને તેણે એલિયાને પૂછયું, “એલિયા, તું અત્રે શું કરે છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક ગુફામાં દાખલ થઈને તેણે ત્યાં રાત વિતાવી, અચાનક તેને યહોવાની વાણી સંભળાઈ; તેમણે કહ્યું “એલિયા, તું અહીં શા માંટે આવ્યો છે?”