1 Kings 2:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાથશેબા અદોનિયાને માટે સુલેમાન રાજાને કહેવા માટે તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઊભો થયો અને તેને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો અને રાજમાતાને માટે એક આસન મુકાવ્યું. તે તેને જમણે હાથે બેઠી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી બાથશેબા અદોનિયા માટે વાત કરવા રાજા પાસે ગઈ. રાજા ઊભો થયો અને પોતાની માને નમીને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો, અને તેણે એક બીજું આસન મંગાવ્યું જેના પર બાથશેબા રાજાની જમણી તરફ બેઠી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી બાથ-શેબા અદોનિયાને માટે સુલેમાન રાજાને કહેવા માટે તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઊઠીને ઊભો થયો, ને તેને પ્રણામ કરીને પોતાના રાજ્યાસન પર બેઠો, ને રાજમાતાને માટે એક આસન મુકાવ્યું. અને તે તેને જમણે હાથે બેઠી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી બાથશેબા અદોનિયા વિષે વાત કરવા રાજા સુલેમાંન પાસે ગઈ. અને આવકાર આપવા રાજા ઊભો થઇને પગે લાગ્યો, પછી પાછો રાજ્યાસન પર બેઠો, રાજાએ તેની માંતા માંટે પણ એક આસન લાવવાનો હુકમ કર્યો અને તેણી તેની જમણી બાજુ બેઠી.