1 Kings 2:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે વહેવડાવેલું લોહી ઈશ્વર તેના પોતાના માથા પર પાછું વાળશે, કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી એવા બે સારા માણસો પર, એટલે નેરના દીકરા એટલે ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર હુમલો કરીને તેઓને તરવારથી મારી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા પિતા દાવિદની જાણ બહાર યોઆબે કરેલાં ખૂનને લીધે પ્રભુ તેને શિક્ષા કરો. યોઆબે પોતાના કરતાં બે ન્યાયી અને સારા માણસોને, એટલે, ઇઝરાયલના સેનાપતિ, એટલે નેરના પુત્ર આબ્નેરને અને યહૂદિયાના સેનાપતિ એટલે યેથેરના પુત્ર અમાસાને મારી નાખ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે વહેવડાવેલું રકત યહોવા તેના પોતાના માથા પર પાછું વાળશે; કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી ને સારા એવા બે માણસ પર, એટલે નેરના દીકરા તથા ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર, અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર, તૂટી પડીને તેઓને તરવારથી કતલ કર્યા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા એણે કરેલા ખૂનનું પાપ એને પોતાને માંથે નાખશે; કારણ, એણે બે નિર્દોષ માંણસો કે જે તેના કરતા વધારે સારા હતા, તેને માંરી નાખ્યા હતા, માંરા પિતા જાણતા નહોતા કે યોઆબે ઇસ્રાએલના સેનાધિપતિ નેરનો પુત્ર આબ્નેરનું અને યહૂદિયાના સેનાધિપતિ યેથેરના પુત્ર અમાંસાનું ખૂન કર્યુ હતું.