1 Kings 20:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બેન-હદાદ તથા રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરતા હતા, તે દરમિયાન તેણે આ સંદેશો સાંભળીને પોતાના માણસોને આજ્ઞા કરી, "યુદ્ધ માટે તૈયાર થાઓ." તેથી તેઓએ પોતાને યુદ્ધ માટે તૈયાર કરીને નગર પર હુમલો કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેનહદાદ અને તેના મિત્ર રાજાઓ તંબૂમાં શરાબ પી રહ્યા હતા ત્યારે તેને આહાબનો ઉત્તર મળ્યો. તેણે તેના સૈનિકોને નગર પર હુમલો કરવા સાબદા થવા હુકમ કર્યો, એટલે તેમણે નગર સામે મોરચો ગોઠવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે [બેન-હદાદ] તથા રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરતા હતા એ દરમિયાન તેણે આ સંદેશો સાંભળીને પોતાના ચાકરોને કહ્યું, “વ્યૂહ રચો.” એટલે તેઓએ નગરની સામે વ્યૂહ રચ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે બેન-હદાદને આ સંદેશો મળ્યો ત્યારે તે બીજા રાજાઓ સાથે સુકોથમાં દ્રાક્ષારસ પીતો હતો, તેણે પોતાના માંણસોને કહ્યું, “જાવ અને શહેર પર હુમલો કરો.” અને તેમણે તે પ્રમાંણે કર્યું.