1 Kings 20:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો જુઓ, એક પ્રબોધક ઇઝરાયલના રાજા આહાબની પાસે આવીને બોલ્યો, "યહોવા એવું કહે છે, 'શું તેં આ મારા મોટા સૈન્યને જોયું છે? જો, હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ અને તું જાણશે કે હું યહોવા છું.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરમ્યાનમાં, આહાબ રાજા પાસે ઈશ્વરના એક સંદેશવાહકે જઈને તેને કહ્યું, “પ્રભુ કહે છે, ‘તું એ મોટા સૈન્યથી ગભરાઈશ નહિ. હું તને આજે તેના પર વિજય અપાવીશ, અને તને ખબર પડશે કે હું પ્રભુ છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જુઓ, એક પ્રબોધકે ઇઝરાયલના રાજા આહાબ પાસે આવીને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘આ બધી મોટી મેદની તેં જોઈ? જો, હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ; અને તું જાણશે કે હું યહોવા છું, ‘”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલામાં પ્રબોધકોમાંનો એક ઇસ્રાએલના રાજા આહાબની પાસે આવ્યો અને બોલ્યો, “આ યહોવાની વાણી છે; ‘તેં આ મોટી સેના જોઈ? આજે હું તમને તેઓ પર જીત અપાવીશ, અંતમાં તને ખબર પડશે કે, હું યહોવા છું.’”