1 Kings 20:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આહાબે પૂછ્યું, "કોની મારફતે?" યહોવાહે જવાબ આપ્યો, "પ્રાંતોના સરદારોના જુવાનોની મારફતે." પછી આહાબે કહ્યું, "યુદ્ધની શરૂઆત કોણ કરશે?" યહોવાહે જવાબ આપ્યો, "તું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આહાબે પૂછયું, “કોની મારફતે વિજય પમાડશે?” સંદેશવાહકે જવાબ આપ્યો, “પ્રભુ કહે છે કે પ્રાંતના સૂબાઓના જુવાન સૈનિકો મારફતે વિજય પમાડીશ.” રાજાએ પૂછયું, “આક્રમકદળની આગેવાની કોણે લેવાની છે?” સંદેશવાહકે જવાબ આપ્યો, “તમારે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આહાબે પૂછ્યું, “કોની મારફતે?” એણે કહ્યું, “યહોવા આમ કહે છે કે, પ્રાંતોના સૂબાઓના જુવાનોની મારફતે.” ત્યારે તેણે પૂછ્યું, “યુદ્ધ કોણ શરૂ કરે?” પ્રબોધકે ઉત્તર આપ્યો, “તું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આહાબે પૂછયું, “કોની માંરફતે?” પ્રબોધકે કહ્યું, “આ યહોવાનાં વચન છે: ‘જેઓ પ્રાંતના આગેવાનોની સેવા કરે છે તે યુવાનો માંરફતે.’” આહાબે પૂછયું, “યુદ્ધ કોણ શરૂ કરશે?” પ્રબોધકે કહ્યું, “તું”