1 Kings 20:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી આહાબે યુવાનો કે જે પ્રાંતના સરદારોની સેવા કરતા હતા એ જુવાનોને ભેગા કર્યા. તેઓ બસો બત્રીસ હતા. તેઓના પછી તેણે સમગ્ર ઇઝરાયલી સેનાના સૈનિકોને ભેગા કર્યા; તેઓની સંખ્યા સાત હજાર હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી રાજાએ પ્રાંતના સેનાપતિઓ હસ્તકના જુવાન સૈનિકોને બોલાવ્યા. તેઓ બધા મળીને બસો બત્રીસ હતા. પછી તેણે ઇઝરાયલી સૈન્યને બોલાવ્યું. તેમાં એકંદરે સાત હજાર માણસો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેણે પ્રાંતોના સૂબાઓના જુવાનોને ભેગા કર્યા, તે બસો બત્રીસ થયા. તેમની પછી તેણે સર્વ લોકને, એટલે સર્વ ઇઝરાયલી લોકોને ભેગા કર્યા; તે સાત હજાર થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી આહાબે યુવાનો કે જે પ્રાંતના આગેવાનોની સેવા કરતા હતા તેમને ભેગા કર્યા, તેઓ 232 જણા હતા, પછી આહાબે આખી ઇસ્રાએલી સેનાને હાજર થવા કહ્યું, બધાં મળીને ત્યાં 7,000 સૈનિકો હતાં.