1 Kings 20:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યુવાનો કે જેઓએ પ્રાંતોના સરદારોની સેવા કરી હતી તેઓ પ્રથમ ચાલી નીકળ્યા. પછી બેન-હદાદે માણસો મોકલ્યા અને તેઓએ તેને એવી ખબર આપી, "સમરુનમાંથી માણસો નીકળી આવેલા છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જુવાન સૈનિકોએ પ્રથમ કૂચ કરી. બેનહદાદે મોકલેલા બાતમીદારોએ તેને જણાવ્યું કે સમરૂનમાંથી સૈનિકોની એક ટુકડી બહાર આવી રહી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પ્રાંતોના સૂબાઓના જુવાનો પ્રથમ ચાલી નીકળ્યા. અને બેન-હદાદે માણસો મોકલ્યા, ને તેઓએ તેને એવી ખબર આપી, સમરૂનમાંથી માણસો નીકળી આવેલા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યુવાનો જેમણે ઇસ્રાએલના પ્રાંતના આગેવાનોની સેવા કરી હતી તેઓ રસ્તાની આગળ હતા. બેન-હદાદને ખબર આપવામાં આવી કે, “કેટલાક માંણસો સમરૂનમાંથી: આવ્યા છે.”